શુક્રવાર, 25 મે, 2012

નાની કવિતા, નાની વાતૉઓ

 આપણાં બાળકો ને  આપણી ગુજરાતી ભાષાનું જ્ઞાન  જરૂરી છે.આ વિભાગમાં નાની કવિતા, નાની વાતૉઓ આપણે મુકીશું.આશા છે કે સૌ બાળકો ને ગમશે.
_files_files_art_paintings_2008_arlice_sprite
સૌ મારા છે,

વિશ્વ મારું છે, માનવી સૌ મારા છે,
દેશ-દેશના સૌ ભાઇ-ભાડું મારા છે.
એક સાથ રહી શાંતીથી રહીશું,
ભાત,ભાતના ચહેરા સૌ મારા છે.
સૂર્ય ડુબતા, અંધારા આવ્યા કરે,
આશાના કિરણો સૌ અમારા છે.
અમારું નાનું એક સ્વર્ગ બને અહીં,
ઉત્સાહ ને ઉમંગ અમારા છે.
સકળ બ્રહ્માંડમાં પૃથ્વી એક માતા,
શાંતીને વરનારા સૌ અમારા છે.
**************************************
BoyMeetsFrogBG
રજા પડી, મજા પડી,
આજ મારી સ્કુલમાં રજા પડી.
મામા ઘેર જઈશું, મજા કરીશું,
દાદીમા સાથે લાડ લડીશું.
જ્હુ માં જઈશું, હાથીભાઈ જોઈશું,
વાંદરાની ગમ્મત,વાઘને જોઈશું.
દરિયા કિનારે છીપલા વીણીશું,
રેતીમાં રમી, કુબા બનાવીશું.
રોજ રોજ અમે મજા માણીશું,
મીઠી મારી મા સાથે મજા માણીશું.
*********************************

ઢીંગલી-ઢીગલાના છે લગન,
સૌ આજ છે આનંદમાં મગન.
ઢીંગલાનું નામ પાડ્યું પવન,
ઢીંગલીનું નામ રુડું કિરણ.
ઢીંગલો લાગે રુપાળો રાજા,
ઢીંગલી લાગે રુપની રાણી.
બેઉં ફેરા ફરી બન્યા વરવહું,
સુખ જીવે આ યુગલ આજ.
.imagesca8430xk.jpg
અહો નાથ ! ઉભા અમે હાથ જોડી,
કરો   રંક   સામે   ક્રુપાદ્રષ્ટિ  થોડી,
સદા તાપ ને  પાપથી   તો ઉગારો,
અમે માંગીયે ઈશ ઓ ! પ્રેમ તારો.

**************************
diwali11.gif
દિવાળી આવી,
શું   શું  લાવી?
મીઠી મીઠી મિઠાઈ લાવી,

દિવાળી આવી..
ભાવતા, ભાવતા ભોજન લાવી,
ઘરમાં-બા’ર દિવા લાવી,

દિવાળી આવી..
એક અનેરો આનંદ લાવી,
ખુશીઓનો ખજાનો લાવી,

દિવાળી આવી..
સંગે મળીએ ,
ભેદ ભાવ ભુલીએ,
સાથ મળી સૌ  અન્ન્કુટ  ખાઈએ.

દિવાળી આવી..
 ***************************************
 dhan-teras1.jpg
ધનતેરશ
થન, થન કરતી તેરશ આવી,
આવો મિત્રો, ધનતેરશ આવી.

મોઢુ મીઠુ, મન મલકતું  સૌ રાખીએ,
કંકુ તિલ્લક , આંગણે સાથીયો,
આજ હરખાતી લક્ષ્મી આવી.

***************************
વારતા રે વારતા..
વારતા રે વારતા.. ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા, છોકરાંને સમજાવતા,
એક છોકરો  રિસાયો, કોઠી પાછ્ળ ભીંસાયો,
કોઠી પડી આડી, છોકરે ચીસ પાડી,
અરર માડી!
********************
અહલી દેજો, પહલી દેજો
મોટા ઘરનું માણું દેજો,
માણાં માંથી પાલી દેજો,
પાલીમાંથી પવાલી દેજો,
પવાલીમાંથી  ખોબો દેજો,
ખોબામાંથી ધોબો દેજો,
મૂઠીમાંથી ચપટી દેજો,
દેશે એને પાધડિયો પુત્તર
નહી દે એને બાહુડો જમાઈ..
************************
આવ રે રૂપલી, રમીએ છ્બો,
ઘરને ખૂણે ખાલી ડબ્બો,
ચણાક  બીબડી તલ રે તાતા,
મારી વેણીનાં ફૂલડાં રાતા.
***********************
હાલરડું
હાલાં   વા’લા ને હલકી
આંગણે  વાવો ગલકી.
ગલકીનાં ફૂલ રાતાં,
ભાઈનાં મામી  માતાં,
મામી થઈને આવ્યાં,
ટોપીમાં છે નવલી ભાત,
ભઈલો રમે  દી ને રાત.
*****************
મામાનું ઘેર કેટલે ?
દીવા બળે એટલે !
દીવા મેં તો દીઠા ,
મામા લાગે મીઠા !
મામી મારી ભોળી !
મીઠાઈ લાવે મોળી !
મોળી મીઠાઈ ભાવે નહી,
રમકડા તો લાવે નહી!

imagesca9t7xho.jpg
એક બિલાડી જાડી
એક બિલાડી જાડી
     એણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
     તળાવમાં એ તરવા ગઈ
તળાવમાં તો મગ્ગર
     બિલ્લીને આવ્યા ચક્કર
સાડી  છેડો  છૂટી ગયો
    મગ્ગરના મોંમા આવી ગયો
મગ્ગર બિલ્લીને ખાઈ ગયો.

ચં. ચી. મહેતા
imagesca3kxczf.jpg
મારી માને એટલું કહેજો ,
પોપટ ભૂખ્યો નથી,
     પોપટ તરસ્યો નથી
પોપટ સરોવર ની પાળ,
     પોપટ આંબાની ડાળ્,
પોપટ કાચી કેરી ખાય ,
     પોપટ પાકી કેરી ખાય ,
પોપટ લીલા લેહેર કરે,
     બેઠો મ..જા કરે !!!  

38830380951.jpg
સાયકલ મારી  સ..ર..ર ..ર .. જાય્,
ટ્રીન , ટ્રીન  ટોકરી વગાડતી જાય,
ડોશીમા  ડોશીમા  આઘા ખસો,
આઘા ખસો નહી તો ચગદાઈ જશો !!
રસ્તામાં છીંકણી ના સૂંઘાય ,
વાતોમાં સાયકલ વાગી જાય્.

મોટા શેઠ,  મોટ શેઠ ,
આઘા ખસો, પાઘડી પડશે
તો ગુસ્સે થશો !!
ચોપડા ચીતરી ચાલ્યા બજાર
આઘા ખસી ને કરજો વિચાર ….

baby_crawling.gif
આવ રે વરસાદ !!
આવ રે વરસાદ !
    ઘેબરિયો પરસાદ
ઊની ઊની રોટલી,
    ને કારેલાનું શાક,
આવ રે વરસાદ !
    નેવલે પાણી..
નઠારી છોકરી ને દેડકે તાણી.

*****************
imagesca2q6psb.jpgsmiley_022.gif
આવા મારા સૂરજ દાદા !!
ઉનાળામાં  આવે વ્હેલા,
સાંજે વાળુ કરી જાય મોડા. આવા મારા સૂરજ દાદા..

શિયાળામાં લાગે ઠંડી ,
ઝટ પટ આવે,ઝટ-પટ  જાય,  આવા મારા સૂરજ દાદા..

ચોમસે એ ભીંજાય જાય,
દશૅન દઈ ને નવરંગ આપે.આવા મારા સૂરજ દાદા..

 ***********************************************
bearlove.gif
એક હતો રાજા..
એક    હતો  રાજા
ખાતો’  તો  ખાજા

   સોમવારે જનમ થયો
   મંગળવારે મોટો થયો

બુધવારે બુધ્ધિ આવી
ગુરૂવારે ગાદીએ બેઠો

  શુક્રવારે શિકારે ગયો
  શનિવારે માંદો પડ્યો

રવિવારે મરી ગયો…
***************
નદી કિનારે ટામેટું, ટામેટું,
ઘી-ગોળ ખાતું’તું, ખાતું’તું,
નદીએ નાવા જાતું’તું, જાતું’તું,
*********************

rabbits_001.gif
પોપટ ભૂખ્યો નથી..

ગાયો નો  ગોવાળ,
ગાયો નો  ગોવાળ,
    મારી માને આટલું કે’જે
       મારી માને આટલું કે’જે-
પોપટ ભૂખ્યો નથી
પોપટ તર્સ્યો નથી
      પોપટ  આંબાની  ડાળ
       પોપટ સરસવની ડાળ
બેઠો બેઠો
રામ, રામ બોલે..
*****************
અટક મટકની ગાડી બનાવી
મેડક જોડ્યા ચાર
લાલિયા મોચીએ ચકલો માર્યો
ચકલી વેર વાળવા જાય.
*******************
આવરે કાગડા કઢી પીવા…

ચણ ચણ બગલી ચણાની દાળ
હું    પપૈયો  તું   મગની દાળ
શેરીએ   શેરીએ    ઝાંખ દીવા
આવ   કાગડા    કઢી   પીવા.
  ગણ ગણ ગાંઠીયા તેલ તેલ પળી
   ઊઠ રે લાલિયા ઝૂંપડી બળી
   બળતી   હોયતો   બળવા દે
   ઠરતી   હોય   તો  ઠરવા દે
   આવરે   કાગડા  કઢી પીવા..

************************
એન ઘેન..
    એન ઘેન દીવા ઘેન
       ડાહીનો ઘોડો
       ખડ ખાતો
       પાણી પીતા
        રમતો જમતો છુટ્ટો..
હાથમાં લાકડી
કમળ કાકડી
ભાગો ભીત્તુ ઘોડો ચાલ્યો
દોડૉ દોડો, ના પકડશો
ડાહીનો ઘોડો
રમતો જમતો છુટ્ટો….
*****************

butterfly1.gif

ડોશી, ડોશી, ક્યા ચાલ્યા?..”છાણાં વીણવાં”
છાણાં માંથી શું જડ્યું ?..” રૂપિયો”
રૂપિયાનું શું  લીધું? ગાંઠીયા
ભાગે તમારા ટાંટીયા”
ઊભો રે! મારા પિટ્યા…
********************
ઉપરના બાળ -ગીતો મારા પરંમ મિત્ર .સૂમન અજમેરીની બુક” લોકજીભે રમતા જોડણાં” માંથી લીધા છે.
***************************************************************
તારી માનો તૂં,
ધીક્કો મારું હું,
પૈસો લાવ તું,
ભાગ ખાવું હું…
*************
રામ નામ રીંગણા,
ગોપાળ નામ ઘી,
ક્રષ્ણ નામ કેરી,
ઘોળી , ઘોળી પી..
****************
રામ કરે રીંગણા,
ભીમ કરે ભાંજી,
ઊઠો ઠાકોરજી.. ટંકોરી વાગી,
ટીન, ટીન ,ટીન..
******************

 ( મિત્રશ્રી.સુમન અજમેરીની બુક” લોકેજીભે રમતા જોડકણાં”માંથી સાભાર..)     
 brain.gif

 વારતા રે વારતા
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોર લાવતા
છોકરાંને સમજાવતા.
એક છોકરો રિસાયો
કોઠી પાછળ ભીંસાયો
કોઠી પડી આડી
છોકરાએ ચીસ પાડી
અરર ..માડી..!
**************
અહલી દે જો
અહલી દે જો, પહલી દેજો
મોટા ઘરનું માણું દેજો
માણામાંથી પાલી દેજો
પાલીમાંથી પવાલું દેજો.
પવાલી માંથી ખોબો દેજો
ખોબામાંથી ધોબો દેજો
ધોબામાંથી મુઠ્ઠી દેજો
મુઠ્ઠી માંથી ચપટી દેજો
દેશે એને પાઘડીયો પુત્તર
નહીં દે એને બાકુડો જમાઈ.
*******************
ઉખાણાં માટેના જોડકણાં…
image0031.gifએક થાળ મોતીએ ભર્યો
માથા ઉપર ઊંધો ધર્યો
ગોળ ગોળ થાળ ફરે
મોતી એકેય નવ ખરે…( જવાબ.. આકાશ)
કાળો છે પણ કાગ નહીં
દરમાં પેસે પણ નાગ નહીં
ઝાડે ચડે પણ વાનર નહીં
છ પગ પણ પંતગિયું નહીં…( જવાબ .. મંકોડો)
ધોળું ખેતર, કાળા ચણા
હાથે વાવ્યા, મોંએ લણ્યા…( જવાબ.. અક્ષર)
હાલે છે પણ જીવ નહીં
ચાલે છે પણ પગ નહી
 બેઠક છે પણ બાજઠ નથી
ખવાય છે , પણ ખૂટતો નથી…( જવાબ..હીંચકો)
અરડ્યો મરોડ્યો
  થૂંક લગાવી પરોવ્યો…( જવાબ..સોય-દોરો)
બે બહેનો રડી રડી ને થાકે
પણ ભેગી થાયજ નહીં….( જવાબ..આંખો)
લાલ કિલ્લામાં કાળા સિપાહી
  લીલી દિવાલમાં ગયા સમાઈ…( જવાબ..તડબુચ)


ઢીંચણ જેટલી ગાય
નીરે એટલું ખાય…( જવાબ.. ઘંટી)

રાતા ચણા ને પેટમાં પાણા
ખાતા એને રંક ને રાણા…( જવાબ.. ચણીયા બોર)

આટલીક દડી ને હીરે જડી
દિવસે ખોવાણી રાતે જડી…( જવાબ.. તારા)

imagescapwscv2.jpg
લાંબો છે , પણ નાગ નહીં
કાળો છે પણ નાગ નહીં
તેલ ચઢે , હનુમાન નહી
ફૂલ ચઢે, મહાદેવ નહીં….( જવાબ.. ચોટલો)

imagesca02jkrl.jpg
પઢતો , પણ પંડિત નહીં
પૂર્યો પણ ચોર નહીં
 ચતૂર હોય તો ચેતજો
મધૂરો, પણ મોર નહી….( જવાબ.. પોપટ)..
******************************  
**********************************************

એક હતી ચકી,
ને  એક ચકા રાણા,
દિવસ ગુજારે  થઈને ખુબ શાણા.

એક દિવસની વાત છે
ભઈ ચકીની ફરિયાદ છે.
ચકી કહે ચકાને તું જા…જા….જા…
ખાઉં નહી,પીઉં નહી, તારી સાથે બોલું નહી..
ઉંચે ઉંચે આભલામાં ઊડી ઊડી જાઉ..
ચકીબેન રીસાણા,
મનાવે ચકારાણા,
ફળ લાવું,ફૂલ લાવું, લાવું મોતી દાણા.
ચકાનું મન જાણી, મલકે
ચકી રાણી.. “

જીવનમાંહી એમ એ તો ગાયે મીઠા ગાણા”

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો